સમાજના નામે ઉઘરાણી:કેરી વેચતા વૃદ્ધ પર હુમલો, ધમકી
શહેરમાં આંબેડકર ભવન પાસે કેરી વેચતા વૃદ્ધ પર સમાજના નામે ઉઘરાણી કરવા બાબતે એક શખ્સે હુમલો કરી ધમકી આપી હતી. મીરાનગર પાછળ પૃથ્વી પાર્કમાં રહેતા 60 વર્ષીય રવજીભાઈ ગોવિંદભાઈ ચાવડા મંગળવારે શ્રીનગર પાસે આંબેડકર ભવન નજીક કેરીના બોક્સ રાખી વેચાણ કરી રહ્યા હતા. તે દરમિયાન શ્રીનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ મહીડા નામના શખ્સે સમાજના કાર્યકરની ઓળખ આપી તેમની પાસે આવ્યો હતો અને 'તમારે સમાજ માટે રૂપિયા આપવા પડશે' તેમ કહી ઉઘરાણી કરી હતી. રવજીભાઈએ અગાઉ 100 રૂપિયા આપ્યા હતા, પરંતુ જ્યારે ફરીથી પૈસા માંગવામાં આવતા વૃધ્ધે નાણાંની પહોંચ માંગી હતી. જેનાથી શખ્સે ઉશ્કેરાઈ જઈને બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેનો શર્ટ તથા અંદર પહેરેલી ગંજી ફાડી નાખી હતી. આટલેથી ન અટકતા વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના સમયે વૃધ્ધના દીકરી અને જમાઈ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા.
Read Original Article →