ગણતરીદારોને કેવી રીતે વિગત આપવી:અગાઉ સ્વ-ગણતરી કરનારે ઘરે આવેલા ગણતરીદારને માત્ર એસઇ આઇડી આપવી
જિલ્લામાં તારીખ 1 જૂનને સોમવારથી 2832 કર્મચારીઓ દ્વારા ડોર-ટુ-ડોર જઇને વસ્તીગણતરીની શરૂઆત કરી છે. અગાઉ સ્વ-ગણતરીના સમયગાળામાં જિલ્લામાંથી કુલ 10,996 લોકોએ માહિતી જાતે નાખી છે. નાયબ મામલતદાર વસ્તીગણતરી હિરલ માવાણીએ જણાવ્યુ કે, 1 જૂનને સોમવારથી સ્વ-ગણતરી બાદ ડોર-ટુ-ડોર વસ્તી ગણતરી શરૂ થઇ છે. આ વખતે સંપૂર્ણ ઓનલાઇન અને કોઇ ડોક્યુમેન્ટ બતાવ્યા વગરની ગણતરી છે જેને કારણે પ્રક્રિયા સરળ બની છે. પ્રથમ તબક્કામાં મકાન, મકાનની સ્થિતિ, મકાનનો ઉપયોગ, વીજળી, પાણી, શૌચાલય સહિતની માહિતી એકત્ર થનાર છે. અહીં જાણો.. ગણતરીદારોને કેવી રીતે વિગત આપવી સ્વ-ગણતરી વગરના લોકો સ્વ-ગણતરી કરેલા લોકો
Read Original Article →