ભાસ્કર એનાલિસિસ:મોંઘી મજૂરી, ટોલટેક્સના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટમાં પાર્સલે 100ના રૂપિયા 120 થઈ ગયા

Gujarat4/11/2026, 12:00:00 AM
ભાસ્કર એનાલિસિસ:મોંઘી મજૂરી, ટોલટેક્સના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટમાં પાર્સલે 100ના રૂપિયા 120 થઈ ગયા
ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર ટ્રાન્સપોર્ટ તેમજ ઘર બનાવટમાં વપરાતી સીરામિની વસ્તુઓ પર પડી છે. હાલ મોંઘી મજૂરી, ટોલટેક્સના ભાવ વધારા, ડિઝલના ભાવ વધવાની સંભાવના વચ્ચે પાર્સલે રૂપિયા 20નો વધારો થયો છે. ઉપરાંત યુદ્ધ શરૂ થયાને થોડા દિવસમાં ગેસની અછતને કારણે મોરબીમાં સીરામીક ઉદ્યોગ બંધ થઇ ગયો હતો. જેને કારણે હાલ સીરામિકની વસ્તુઓમાં પણ ભાવ વધારો થયો છે. જેને કારણે ઘર બનાવવામાં ઉપયોગી ગેંડી, ટોઇલેટ બ્લોક, ટાઇલ્સ સહિતની તમામ વસ્તુઓમાં 20 ટકા જેટલો વધારો થયો છે. આમ, યુદ્ધની અસરથી તમામ વસ્તુઓમાં મોંઘવારી વધતી જોવા મળી રહી છે. સિરામીકમાં 20 ટકા ભાવ વધ્યા મોરબીમાંથી સીરામીકના માલની આવક બંધ થઇ ગઇ છે. ટોયલેટ બ્લોક, ટાઇલ્સ, ગેન્ડી સહિતની સીરામીકની તમામ વસ્તુઓના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. પહેલા જે ટાઇલ્સ રૂપિયા 1000માં આવતી તે હવે 1100 થી 1500એ પહોંચી છે. > દિપ નાદપરા, વેપારી કારખાના બંધ હોવાથી માલ મળવો મુશ્કેલ યુદ્ધ શરૂ થયાને થોડા દિવસમાં જ ગેસની સમસ્યાને કારણે મોરબીમાં સિરામીક ઉદ્યોગો બંધ થયા હતા. થોડા જ ઉદ્યોગ શરૂ હોવાથી હાલ સીરામીકનો માલ મળવો મુશ્કેલ બન્યો છે. ઓર્ડર બાદ જે માલ 3 થી 5 દિવસમાં મળી જતો તે હાલ મળવો મુશ્કેલ બન્યો હોવાથી ભાવ વધ્યા છે.> વાસુભાઇ પટેલ, વેપારી ડિઝલના ભાવ વધવાની સંભાવના છે‎ યુદ્ધને કારણે ડિઝલના ભાવ વધવાની સંભાવના વ્યકત થઇ રહી છે. ઉપરાંત‎માલની હેરફેર માટે મજૂરો પણ મળવા મુશ્કેલ બન્યા છે સામે મજૂરી મોંધી બની‎છે. ઉપરાંત ટોલટેક્સના ભાવમાં પણ વધારો થયો છે. જેને કારણે ટ્રાન્સપોર્ટના‎ભાવ વધ્યા છે. જે પાર્સલ 100 રૂપિયામાં જતુ તેના ભાવ હાલ 110 થી 120 થયા‎છે.> અબીબભાઇ, ટ્રાન્સપોર્ટવાળા‎
Read Original Article →