સિગ્નલ અને સેન્સરથી ડ્રાઇવિંગ ટેસ્ટ અઘરો બન્યો : અરજદાર:આરટીઓમાં AI ટ્રેક આવતા જ ફોર-વ્હીલર ટેસ્ટમાં પાસ થવાનો રેશિયો 60 ટકાથી ઘટીને 10 ટકા થયો
આરટીઓમાં ગત સોમવારથી એઆઈ આધારિત નવો ડ્રાઇવિંગ ટ્રેક શરૂ કરાયો છે. આરટીઓ ઇન્સ્પેક્ટર ટી.એમ. પટેલના જણાવ્યા મુજબ, અરજદારોને પૂરતી ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તેમ છતાં નવા ટ્રેકના કારણે પરિણામોમાં મોટો ઘટાડો થયો છે. સિગ્નલ લાઈટો અને સેન્સર આધારિત ટેસ્ટના લીધે ફોર-વ્હીલર લાઈસન્સ માટે પાસ થવાનો રેશિયો 60 ટકાથી ઘટીને 10 ટકાએ આવી ગયો છે, જ્યારે ટુ-વ્હીલરમાં પાસ થવાનો રેશિયો 80ટકા હતો જેમાં 5 ટકા જેટલો સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. નવી સિસ્ટમ અને ટેસ્ટિંગ પદ્ધતિનો પૂરતો ખ્યાલ ન આવવાને કારણે અને સામાન્ય ભૂલોને લીધે પણ સેન્સર અરજદારોને નાપાસ કરી દે છે, જેથી ટેસ્ટ અઘરી લાગી રહી છે.
Read Original Article →