લેબના રિપોર્ટમાં કોઈ જીવાણુ નથી તેવો ઉલ્લેખ:સિવિલ અને ખાનગી લેબના રિપોર્ટમાં તફાવત: હોસ્પિટલની બેદરકારીથી દર્દીનો આક્રોશ
જૂનાગઢની જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી વિજયભાઈ ગજેરાના ગળફાના રિપોર્ટને લઈને વિવાદ જોવા મળ્યો છે. 2 જૂનના રોજ સિવિલની લેબના રિપોર્ટમાં કોઈ જીવાણુ મળ્યા ન હતા. જોકે, દર્દીને સંતોષ ન થતાં ફરી 5 જૂને ખાનગી લેબમાં તપાસ કરાવતા ફેફસામાં ચેપ ફેલાવતા સ્યુડોમોનાસ એરોજીનોસા બેક્ટેરિયા જોવા મળ્યા હતા. જેને લઇ દર્દીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ સિવિલ અને ખાનગી લેબના રિપોર્ટમાં આવા ફેરફાર સામે આવ્યા જ છે. સિવિલ ખાનગી સિવિલના ભરોસે રહ્યો હોત તો જીવ જાત ! સિવિલે રિપોર્ટ નોર્મલ કહ્યો પણ તકલીફ વધતા બહાર તપાસ કરાવી તો ગંભીર ચેપ નીકળ્યો. જો આ ખોટા રિપોર્ટના ભરોસે રહ્યો હોત તો મારો જીવ જોખમમાં મુકાઈ જાત. > વિજયભાઈ, દર્દી
Read Original Article →