ભાસ્કર એનાલિસિસ:ડીઝલની સંગ્રહખોરી વધતા દૈનિક 3 હજારમાંથી વેચાણ 9 હજારે પહોંચ્યુ
છેલ્લા ઘણા દિવસથી ડિઝલની અછતને કારણે તમામ પંપો પર વાહનોની લાંબી કતારો, તેમજ ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે. ઉપરાંત મોટાભાગના પંપોમાં ડિઝલ ન હોવાથી કોઇ એક પંપ પર જ સવારથી ભીડ જોવા મળતા હોબાળા સહિતની સ્થિતી જોવા દેખાય રહી છે. પેટ્રોલ પંપધારકોએ જણાવ્યુ કે, હાલ ખેડૂતોની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. જેને કારણે ટ્રેકટર, જેસીબી, ડમ્ફર સહિતના મોટાવાહનોમાં ડિઝલનની જરૂરીયાત વધારે રહે છે. જેને કારણે જ્યારથી ડિઝલની અછત ઉભી થઇ છે ત્યારથી વાહનો તેમજ ખેડૂતોની મોટી-મોટી લાઇનો પંપો પર જોવા મળી રહી છે. ઉપરાંત એક કારણ એ પણ છે કે, ડિઝલમાં અછતની બિકે સંગ્રહખોરી વધારે થઇ રહી છે. જેને કારણે જે પંપ પર દૈનિક 3 હજાર લીટર ડિઝલનુ વેચાણ થતુ તેમાં ત્રણગણાના વધારા સાથે 9 હજાર લીટરે આંકડો પહોંચ્યો છે. હજુ ડિઝલની સ્થિતી ક્યારે સુધરશે તે નક્કી નથી. એકી સાથે પંપોમાં ગાડી વિતરણ કરો : પ્રમુખ
હાલ ડિઝલની ગાડી કટકે- કટકે આવી રહી છે. ઉપરાંત શહેરમાં બે પંપોમાં આવે તો બીજામાં ન આવે જેને કારણે એ બે પંપોમાં વાહનનોની લાઇનો અને હોબાળા થવાના બનાવો વધી રહ્યા છે. ઉપરથી જ કંપનીઓ સપ્લાય કરતી નથી. અમારી માંગ છે કે, એકી સાથે વધારે પંપોમાં ડિઝલની સપ્લાય થાય તો સ્થિતી સામાન્ય થઇ શકે તેમ છે. > ગોવિંદભાઇ રામ, પેટ્રોલિયમ એશોસિએશન પ્રમુખ સરકારમાં વિતરણ બાબતે રજૂઆત કરશુ : મામલતદાર
હાલ ડિઝલ મેળવવા માટે પંપો પર લાંબી કતારો તેમજ ક્યાંક હોબાળા થઇ રહ્યા છે. ખેડૂતોને હાલ સિઝન હોવાથી વધારે જરૂરીયાત પણ રહે છે. જેને કારણે પેટ્રોલિયમ એશોસિએશનના સભ્યો સાથે બેઠક કરી ડિઝલની કાળાબજારી ન થાય તેમજ પોલીસ બંદોબસ્તની જરૂર જણાય તો તેની પણ ફાળવણી કરવામાં આવશે. તેમની જે માંગ હતી કે કંપનીઓ દ્વારા એકી સાથે વિતરણ થાય તે પણ અમે સરકારમાં રજૂઆત કરીશું. > વિપુલ પુરોહિત, મામલતદાર સંગ્રહ ન કરો, જથ્થો પૂરતો મળી રહેશે : જિલ્લા અધિકારી
હાલ ડિઝલને લઇ વાહનચાલકો તેમજ ખાસ કરીને ખેડૂતોમાં પેનિક માહોલ ઉભો થયો છે કે જથ્થો મળશે નહીં કે અછત ઉભી થશે. પરંતુ અમે સતત કંપનીઓના લાઇઝનમાં જ છીએ, જથ્થો પણ પુરતો મળશે જ. પરંતુ લોકો જે હાલ સંગ્રહ કરી રહ્યા છે તે ન કરે એવી અમારી અપીલ છે. - કે.બી. ગરસર, જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લાના 70 ટકા પંપોમાં ડિઝલનો જથ્થો ખાલી
જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં ડિઝલની અછત છે. જેને કારણે કેન, બેરલ સહિતના પાત્રો તેમજ વાહનો સાથે ખેડૂતો, વાહનચાલકોની લાઇનો જોવા મળી રહી છે. જૂનાગઢ શહેર તેમજ જિલ્લાભરમાં 70 ટકા પંપો પર ડિઝલનો જથ્થો જ નથી. જેને કારણે લાંબી-લાંબી લાઇનો તેમજ કોઇક સ્થળે હોબાળા થઇ રહ્યા છે એમ સુત્રોએ જણાવ્યુ છે.
Read Original Article →