રૂ. 25 લાખની ઠગાઈ:રાજસ્થાનથી 4ને પકડી લીધા પછી ગુનો નોંધાયો
ભેસાણના એક વેપારી સાથે તેના માણસે અન્ય 3 શખ્સ સાથે મળી રૂપિયા 25 લાખની ઠગાઈ કરી હતી. ઘટનાની અરજી આધારે પોલીસે રાજસ્થાનથી 4 શખ્સને પકડી લીધા બાદ FIR નોંધણી આગળની કાર્યવાહી કરી હતી. ભેસાણના એક વેપારીએ 4 દિવસ પહેલા તેના માણસને રૂપિયા 25 લાખનો ચેક આપી જૂનાગઢમાં સકરબાગ પાસેની ખાનગી બેંકમાંથી પૈસા ઉપાડવા મોકલ્યો હતો. બેંકમાંથી રૂપિયા 25 લાખ લઈને નીકળતા જ અજાણ્યા શખ્સો લૂંટ ચલાવીને નાસી ગયા હોવાની અરજી વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપી હતી. જેના પગલે પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટ થઈ હોવાનું જણાયું ન હતું. પોલીસે વેપારીના માણસનો મોબાઈલ ફોન ટ્રેસ કરતા રાજસ્થાનનું લોકેશન મળ્યું હતું. પોલીસની એક ટીમે રાજસ્થાન પહોંચીને વેપારીના માણસ સહિત 4 શખ્સને દબોચી લઈ રૂપિયા 24 લાખથી વધુ ની રકમ કબજે કરી હતી. પૂછપરછમાં વેપારીના માણસે તેના 3 મિત્રો સાથે મળી 25 લાખ પચાવી પાડવાનો પ્લાન ઘડયો હોવાનું ખુલતા પોલીસે ચાર દિવસ બાદ વેપારીની એફઆઇઆર નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
Read Original Article →