શખ્સ સામે ગુનો:જાહેરમાં પશુઓને ઘાસચારો વેચનાર સામે 5 શખ્સ સામે ગુનો
ક્રાઈમ રિપોર્ટર | જૂનાગઢ મનપાના સ્ટાફે શનિવારે શહેરમાં જુદી જુદી જગ્યાએ ચેકીંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ભવનાથ રોડ, ગીરનાર દરવાજા પાસે મુખ્ય માર્ગ પર 30 વર્ષીય ફેઝાન ઉર્ફે હેવી હમીદભાઈ લંધા, ભવનાથ રોડ રામ ટેકરી પાસે નવાજ ગામેતી, ગિરિરાજ મેઇન રોડ અનમોલ એપાર્ટમેન્ટ પાસે ગિરીશ ચાવડા, કામિલ ગનીભાઈ પીરાણી, જોષીપરામાં સિધેશ્વર મહાદેવ મંદિર પાસે નદીમ હનીફશા બાનવાને પશુઓને ખવડાવવા માટે ઘાસચારો વેચતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ શખ્સોએ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી તેના વિરુદ્ધ ભવનાથ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →