વિવાદ વકર્યો:ગિરનાર પર શેષાવન પાસે જૈન ધર્મને જગ્યા ફાળવી દેતા વિવાદ
ગિરનાર પર્વત પર ભરતવન-સેસાવન પાસે જૈન ધર્મ માટે જગ્યાની ફાળવણી કરી દેતા વિવાદ વકર્યો છે. આ મંજૂરી કોણે આપી, કઇ રીતે મેળવી સહિતની બાબતે તપાસ થવી જોઇએ સહિતની બાબતને લઇ ભૂતનાથ મંદિર ખાતે સાધુ-સંતોની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા થઇ હતી કે, ગિરનાર જંગલમાં ભરતવન-સેસાવન પાસે જૈન લોકોને 200 વારના પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. એ લોકોનુ કહેવુ છે અમને આ બાબતે મંજૂરી આપવામાં આવી છે. જે જગ્યાએ લોકોને પહોંચવા માટે પણ વનખાતાની મંજુરી લેવી પડે છે એ જગ્યાએ એકા-એકા ફાળવણી કરી દેતા વિવાદ વકર્યો છે સાથે સાધુ-સંતોમાં રોષ છવાયો છે. જેને લઇને શુક્રવારના સાંજે ભૂતનાથ મંદિર ખાતે સંતોની બેઠક મળી હતી. જેમાં આ જગ્યાની ફાળવણી કેવી રીતે થઇ, મંજૂરી કોણે આપી. આ યોગ્ય છે કે નહીં સહિતની તમામ બાબતે અધિકારીઓ તપાસ કરે તેવી માંગ છે. બેઠકમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ, સુખરામ બાપુ, મહાદેવગીરી બાપુ સહિતના સંતો, ભાવિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →