ગરમીમાં ઘટાડો થયો:વાતાવરણમાં પલટો: દક્ષિણ- પશ્ચિમ દિશાના પવન ફૂંકાતા ચોમાસુ નજીક

Gujarat6/7/2026, 12:00:00 AM
શનિવારે પણ જૂનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીથી લોકોને રાહત મળી હતી. બીજી તરફ લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધે તફાવત પણ ઘટીને 10 ડિગ્રીનો થયો હતો. ગુરૂવારથી મહત્તમ તાપમાન 38 થી 38.5 ડિગ્રી વચ્ચે રહ્યું છે. બીજી તરફ સવારના તાપમાનમાં પણ ચડાવ ઉતાર જોવા મળ્યો હતો. શનિવારની સવારે વાતાવરણમાં પલટો આવતા જૂનાગઢ ખાતે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહ્યું હતું. સવારની હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા રહેતા સવારથી જ લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. પરંતુ વાતાવરણમાં ભેજ રહેવાના કારણે બફારો યથાવત રહ્યો હતો. બીજી તરફ ગુરુવારે મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી, શુક્રવારે 38.5 ડિગ્રી રહ્યા બાદ શનિવારે સામાન્ય ઘટાડા સાથે મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીએ સ્થિર થયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રી પર જ રહેતા લોકોએ રાહત અનુભવી છે. શનિવારે દિવસ દરમિયાન દક્ષિણ, પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ વાતાવરણ અને તાપમાનની સ્થિતિ એકંદરે સ્થિર રહેશે.
Read Original Article →