13 વર્ષના લાંબા સમય બાદ શનિવારે શનિ જયંતિ:ભવનાથ તળેટીના શનિ મંદિરે ભવ્ય ઉજવણી, 30 કિલો સરસવના તેલથી તૈલાભિષેક કરાયો

Gujarat5/16/2026, 4:01:45 PM
13 વર્ષના લાંબા સમય બાદ શનિવારે શનિ જયંતિ:ભવનાથ તળેટીના શનિ મંદિરે ભવ્ય ઉજવણી, 30 કિલો સરસવના તેલથી તૈલાભિષેક કરાયો
જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટીમાં પ્રખ્યાત શનિ મંદિર ખાતે શનિદેવના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક અને દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આશરે 13 વર્ષના લાંબા સમયગાળા બાદ શનિવારના દિવસે જ અમાસ અને શનિ જયંતીનો આ અદભુત અને દુર્લભ સંયોગ સર્જાયો હતો. આ મંગલમય અવસરે જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાંથી બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ભગવાન શનિદેવને શ્રદ્ધાપૂર્વક તેલ ચડાવીને ભક્તોએ પોતાના જીવનના સર્વે કષ્ટો, પનૌતી અને આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થાય તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરી હતી. ખાસ બીજ મંત્રોના જાપ કરવામાં આવે છે વિશ્વમાં સુખ-શાંતિ જળવાઈ રહે, દેશનું કલ્યાણ થાય અને ભારતભૂમિ પર ચાલી રહેલા સંકટોના વાદળો શાંત થાય તેવા પવિત્ર આશય સાથે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજ્ય મહંત તુલસીનાથ બાપુએ આ દુર્લભ યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, 'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા' ની ભાવના સાથે સૌ કોઈ સુખી થાય તે માટે આ આયોજન કરાયું છે. આખા વર્ષ દરમિયાન તુલસીદાસ બાપુ અને એકતા માતા દ્વારા ખાસ બીજ મંત્રોના જાપ કરવામાં આવે છે, જેના ભાગરૂપે અહીં દશાંશ યજ્ઞ, દશાંશ માર્જન, દશાંશ તર્પણ અને દશાંશ ભોજનનું વિશેષ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. 30 કિલો સરસવના તેલથી તૈલાભિષેક કરાયો આ પવિત્ર દિવસે વહેલી સવારે ૫ વાગ્યે ભગવાન શનિદેવનો 30 કિલો સરસવના તેલથી તૈલાભિષેક કરવામાં આવ્યો હતો. આ વિશેષ પૂજામાં શનિદેવના અત્યંત પ્રભાવશાળી ૧૬ શ્લોકો ધરાવતા મહામૃત્યુંજય સ્તોત્રનો સમાવેશ કરાયો હતો, જેનો એક-એક મંત્ર ગુરુ મંત્ર જેટલું જ સામર્થ્ય ધરાવે છે. લોકોના જીવનમાં સુખ, ઉત્તમ આરોગ્ય, આયુષ્ય, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય તેમજ પરિવારમાં શાંતિ રહે એવા કલ્યાણકારી હેતુથી યોજાયેલા આ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિરના મહંત દ્વારા તમામ ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Read Original Article →