ભાવિકોની ભીડ:દિવ્ય સંધ્યા, સુવર્ણ ચળકાટ વચ્ચે ભવનાથ મંદિરે ભાવિકોની ભીડ
ગિરનાર તળેટીમાં બિરાજમાન સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરનો સંધ્યાકાળનો નજારો દિવ્ય હોય છે. જેમાં ઘેરા વાદળી વાદળો વચ્ચે પીળી લાઇટો માફક સુવર્ણ જેવો ચળકાટ ધરાવતુ આ ભવનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યુ છે. હાલ વેકેશનનો ચાલતુ હોવાથી સંધ્યા આરતીમાં રોજ મોટી સંખ્યામાં ભાવિકો જોડાઇ રહ્યા છે. હાલ તો સંધ્યા સમયે મંદિર પરિસરનો રોશનીનો આ ઝળકાટ મંદિરની દિવ્યતામાં વધારો કરી રહ્યો છે.
Read Original Article →