ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગેસ બાદ ડિઝલની સ્થિતિ ખરાબ, દાણાપીઠના વેપારમાં 40 ટકા ફટકો
હાલ ઠેર-ઠેર ડિઝલ મેળવવા માટે વાહનો તેમજ ખેડૂતોની લાઇનો જોવા મળી રહી છે. ડિઝલ પુરતુ પ્રમાણમાં મળતુ ન હોવાથી ટ્રાન્સપોર્ટના ધંધામાં ભાવ વધારા સાથે અસર પહોંચી છે. ખાસ કરીને અનાજ, તેલ, ડ્રાયફ્રુટ સહિતના દાણાપીઠની બજારમાં પણ અસર પહોંચી છે. દાણાપીઠના વેપારીઓએ જણાવ્યુ કે, અગાઉ ગેસની અછતની અફવા તેમજ સરકારના નવા નિયમ બહાર પડતા દાણાપીઠના વેપારને 40 ટકા ફટકો પડ્યો છે. કારણે કે, લગ્નસરા તેમજ શુભપ્રસંગોમાં જે કેટરર્સના ધંધા સાથે જોડાયેલા છે તેને ગેસ પુરતો પ્રમાણમાં ન મળવાથી ઓર્ડર ઓછા થયા છે જેને કારણે ખરીદી ઘટતા દાણાપીઠના વેપારમાં અસર પડી છે. સાથો સાથે ડિઝલની અછતથી માલની ડિલવરી જે એક દિવસમાં થતી તેને ત્રણ દિવસ લાગી રહ્યા છે. લારી, કેટરર્સના ઓર્ડરમાં 50 ટકાનો ઘટાડો ગેસની સમસ્યાને કારણે લારી, કેટરર્સ સહિતમાં વપરાતા તેલના ઓર્ડરમાં ઘટાડો થયો છે. વેકેશન અને લગ્નસરાની સિઝનમાં જે ફૂલ ઓર્ડર હોય તેમાં હાલ કટોતી જોવા મળી રહી છે. ઉપરાંત ડિઝલની અસરથી ટ્રાન્સપોર્ટમાં પણ માલ આવતા સમય લાગી રહ્યો છે. > ભાવેશ છગ, તેલના વેપારી ડ્રાયફ્રુટમાં અછત, માલની સપ્લાય મોડી થાય ડિઝલની અછતથી માલની સપ્લાય મોડી થવા લાગી છે. ઉપરાંત ડ્રાયફ્રુટ સહિતનો માલ જે બહારથી આવે અને તેની ચુકવણી ડોલરમાં થાય તેને કારણે થોડી અછત ઉભી થઇ છે અને ભાવ પણ વધ્યા છે. ઉપરાંત ગેસને કારણે ઓર્ડરમાં ઘટાડો છે. ઓવરઓલ માર્કેટમાં મંદિ જેવો માહોલ ચાલી રહ્યો છે. > જયંત વિઠલાણી, કરીયાણાના વેપારી યુદ્ધ પછી માર્કેટમાં મંદી, ગરમીની પણ અસર યુદ્ધ પછી માર્કેટમાં સતત મંદીનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને ગેસની સમસ્યાથી પ્રસંગોના ઓર્ડર ઘટાડો થયો છે સાથે- સાથે હાલ ચાલી રહી ડિઝલને કારણે માલની સપ્લાયમાં સમસ્યા છે.ગરમીને કારણે પણ થોડીક વેપાર પર અસર છે. > નિતેશ સાગલાણી, દાણાપીઠ એસોસીએશન સેક્રેટરી
Read Original Article →