અક્સ્માત:બીલખા રોડ પર ખાનગી બસ, સ્કોર્પિયો વચ્ચે અક્સ્માત, કોઈને ઇજા નહિ
શહેરમાં બીલખા રોડ પર ખાનગી બસ, સ્કોર્પિયો વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈને ઇજા થઇ ન હતી. વિરપુર (જલારામ)માં સ્ટેશન રોડ પર રહેતા 44 વર્ષીય દીપકભાઈ બટુકભાઈ ચાવડા સોમવારે સાંજના આશરે પોણા આઠ વાગ્યે તેમના પત્ની અને દીકરા હર્ષ સાથે પોતાની જીજે 03 પીજે 9998 નંબરની સ્કોર્પિયો ગાડી લઈને વિરપુરથી જૂનાગઢ તાલુકાના મેવાસા ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન શહેરમાં બિલખા રોડ પર ધરારનગર ગેટ પાસેથી પસાર થતી વખતે, પાછળથી પૂરઝડપે આવી રહેલી જીજે 03 બી ઝેડ 9683 નંબર ખાનગી ટ્રાવેલ્સની સફેદ કલરની બસના ચાલકે સ્કોર્પિયોને પાછળની સાઈડથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીને નુકસાન થયું હતું. જોકે સદનસીબે પરિવારના કોઈ સભ્યને ઈજા થઈ નથી. પોલીસે આ મામલે અજાણ્યા ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
Read Original Article →