અકસ્માત:હોટલેથી ઘરે જતા યુવકના બાઈકને દુધના વાહને અડફેટે લેતા મોત
વિસાવદર તાલુકાના પિયાવા ગામના રવિ ભોજવીયા બુધવારે સાંજે તેની ખાંભા પાટિયા પાસે આવેલ હોટલ પરથી પોતાનું બાઇક લઈને પિયાવા ગીર ગામ પોતાના ઘરે આવતો હતો પિયાવા ની ગૌશાળા પાસે 3099 નંબરના દૂધના વાહને યુવકને બાઇક સહિત હડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ડ્રાઇવર દૂધનું વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ વિસાવદર સારવાર માટે ખસેડાયો હતો. વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા થોડી વારની સારવાર બાદ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોક છવાયો છે.
Read Original Article →