કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતુ તંત્ર:ભારે વાહનો પસાર થતા જ કાળવા નદીના પુલમાં ધ્રુજારી
જૂનાગઢના જૂના બાયપાસ રોડ પરથી પસાર થતી કાળવા નદી પરનો પુલ વર્ષો જૂનો અને બિસ્માર થઈ ગયો છે. આ પુલ પરથી જ્યારે પણ કોઈ ટ્રક કે અન્ય ભારે વાહન પસાર થાય છે, ત્યારે આખો પુલ થરથર ધ્રૂજવા લાગે છે. પુલના પિલર અને સ્લેબમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે અને સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે. રાહદારીઓ અને નાના વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જાણે જીવના જોખમે મુસાફરી કરવા સમાન બની ગયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પુલની આ સ્થિતિ લાંબા સમયથી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર થીગડા મારવાની કામગીરી કરવામાં આવે છે. આ માર્ગ શહેરના મુખ્ય ટ્રાફિકને જોડતો હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોની અવરજવર રહે છે. જોખમની વિગતો અને લોકોની માંગ
Read Original Article →