દુર્ઘટના:ઝાંઝરડા રોડ પરના આસ્થા પ્લસ કોમ્પ્લેક્સમાં લિફ્ટ તૂટી પડતા 6 લોકોના જીવ જોખમમાં મુકાયા

Gujarat5/16/2026, 12:00:00 AM
દુર્ઘટના:ઝાંઝરડા રોડ પરના આસ્થા પ્લસ કોમ્પ્લેક્સમાં લિફ્ટ તૂટી પડતા 6 લોકોના જીવ જોખમમાં મુકાયા
ઝાંઝરડા રોડ પર સરદારબાગ પાસે આસ્થા પ્લસ કોમ્પ્લેક્સમાં 14 મે ના રોજ સાંજે લિફ્ટ તૂટી પડવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ભોગ બનનાર મનોજ કે. ચુડાસમાએ કલેકટર, પોલીસ અધિક્ષક અને મનપા કમિશનરને લેખિત ફરિયાદ કરી છે. મનોજભાઈના જણાવ્યા મુજબ, તેઓ ચોથા માળે આવેલ હોસ્પિટલમાં મિત્રના ખબર પૂછી પરત ફરી રહ્યા હતા, ત્યારે લિફ્ટ અચાનક તૂટી પડી હતી. આ ઘટનામાં ફરિયાદી સહિત અન્ય 5 વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાયા હતા. બિલ્ડિંગના અણધડ વહીવટ અને લિફ્ટના નબળા મેન્ટેનન્સને કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ સાથે કલેકટરને રજુઆત કરાઇ છે.
Read Original Article →