બોલેરો, કાર વચ્ચે અકસ્માત:ચોબારી રોડ વિસ્તારના દંપતી સહિત 6ને ઇજા

Gujarat6/5/2026, 12:00:00 AM
જૂનાગઢ શહેરમાં ચોબારી રોડ પર આવેલ સાર્થક એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 34 વર્ષીય રાજકુમાર રમેશભાઈ માકડીયા ગત તારીખ 29 મે ના રોજ રાત્રે આશરે સાડા નવ વાગ્યે ભૂમિબેન રવિ રાજભાઈ ઘેટીયા, પત્ની ખુશ્બુબેન, માસા ચંદ્રકાંતભાઈ ગોવિંદભાઈ ખાંટ, માસી સેજલબેન ચંદ્રકાંતભાઈ ખાંટ અને અઢી વર્ષીય દીકરો જીયાન સાથે પોતાની જીજે 11 બીએચ 8011 લઈને આલીધ્રા ગામે પોતાના મામાના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન સોના૨ડી ચોકડી પાસે પહોંચતા, મેંદ૨ડા ત૨ફથી પૂરઝડપે આવી રહેલા જીજે 11 ઝેડ 0741 નંબરના બોલેરો પીકઅપના ચાલકે કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. ​ આ અકસ્માતમાં યુવક, તેના પત્ની ખુશ્બુબેન, બહેન ભુમીબેન, માસી સેજલબેન, માસા ચંદ્રકાંતભાઈ અને અઢી વર્ષના પુત્ર જીયાનને નાની-મોટી ઇજા થતા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વંથલી પોલીસે બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.
Read Original Article →