RTE પ્રવેશ પ્રક્રિયા:જિલ્લામાં RTEમાં 2974 અરજીમાંથી 352 કેન્સલ

Gujarat4/11/2026, 12:00:00 AM
RTE પ્રવેશ પ્રક્રિયા:જિલ્લામાં RTEમાં 2974 અરજીમાંથી 352 કેન્સલ
ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ટ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે બાળકોએ 1 જૂન- 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેને અગ્રતા આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મળતી વિગત મુજબ, સરકાર દ્વારા રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ટ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ મુજબ દર વર્ષે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં નિ:શુલ્ક ભણી શકે તે માટે ધોરણ 1 માં પ્રવેશ અપાય છે. જિલ્લામાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો આનો લાભ લે છે. આ વર્ષના પ્રવેશ માટે તારીખ 4 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂ થઇ છે. જે આગામી તારીખ 17 એપ્રિલ સુધી ચાલનાર છે. જેમાં તારીખ 10 એપ્રિલને શુક્રવાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાંથી કુલ 2974 અરજી થઇ હતી. જેમાંથી 1609 મંજૂર, 709 પેન્ડીંગ, 304 રિજેક્ટ અને 352 કેન્સલ કરવામાં આવી છે. હજુ આ અરજીમાં વધારો થશે એમ જણાવ્યુ છે. આધારકાર્ડ, આવકના દાખલા સહિતના કાગળોમાં ભૂલથી અરજી રિજેક્ટ થાય આરટીઇમાં અરજી રિજેક્ટ થવાના કારણમાં વધારે આધારકાર્ડમાં નામ પુરુ ન હોય, કોઇપણ નામમાં ભૂલ હોય ઉપરાંત સરનામુ બદલી ગયુ હોય પણ કાગળોમાં જૂનૂ જ સરનામુ લખેલુ હોય તેને કારણે અને ખાસ આવકના દાખલમાં ક્ષતી સહિતની બાબત આરટીઇની અરજી રિજેક્ટ થવા પાછળ જવાબદાર રહે છે. > અશોક વાણવી, નાયબ શિક્ષણાધિકારી-જૂનાગઢ
Read Original Article →