બસમાં ગંદકી કરનાર પકડાયા:બસ સ્ટેશનની આસપાસ મુસાફરોને લઇ જતા 26 ખાનગી વાહન ડિટેઇન
બસસ્ટેશનની આસપાસ ઉભા રહી બિનઅધિકૃત રીતે મુસાફરોને લઇ જતા મીનીબસ, ઇકો ગાડી સહિતના ખાનગી વાહન ચાલકો મળી કુલ 26 વાહનોને મે મહિનામાં ડિટેઇન અને 114 વાહનોને મેમો આપીને રૂપિયા 1,13,600નો દંડ વસુલ્યો હતો. જૂનાગઢ એસટી વિભાગના નિયામક વી.બી. ડાંગરે જણાવ્યુ કે, બસસ્ટેશનની આસપાસના વિસ્તારમાં ખાનગી વાહનો જેવા કે, ઇકો ગાડી, મીની બસ સહિતના વાહનો ઉભા રાખીને એસટી બસમાં જતા મુસાફરોને બિનઅધિકૃત રીતે લઇ જતા હોય છે. તેની સામે આરટીઓ કચેરી, પોલીસને સાથે રાખીને મે મહિનામાં એસટી વિભાગે કુલ 26 વાહનોને ડિટેઇન અને 114 વાહનને મેમો આપીને રૂપિયા 1.13 લાખનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત ટીકીટ ન લઇ મુસાફરી કરતા 11 મુસાફરોને પકડી રૂપિયા 3610 દંડ વસુલ્યો હતો. બસમાં ગંદકી કરનાર 426 પકડાયા જૂનાગઢ એસટી વિભાગના 9 ડેપો ખાતે ધુમ્રપાન તેમજ બસ, બસસ્ટેશનમાં પાન-માવો ખાઇને પિચકારી મારતા તેમજ અન્ય કોઇ રીતે ગંદકી ફેલાવનાર કુલ 426 લોકોને પકડી તેની સામે કેસ કરીને રૂપિયા 6245નો દંડ વસુલવામાં આવ્યો હતો એમ વિભાગીય નિયામકે જણાવ્યુ છે.
Read Original Article →