પ્રમાણપત્રો એનાયત:13 જિલ્લાના 100 શિબિરાર્થીઓએ પૂર્ણ કર્યો 7 દિવસીય એડવેન્ચર કોર્સ
જૂનાગઢ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યભરના 13 જિલ્લાના 100 જેટલા શિબિરાર્થી ઓ માટે આયોજિત 7 દિવસીય એડવેન્ચર કોર્સની તાલીમ સંપન્ન કરાઈ હતી. તાલીમ પૂર્ણ કરનાર શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક શિવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આવી તાલીમથી બાળકોમાં માનસિક મક્કમતા, નીડરતા અને આંતરિક કૌશલ્યોનો વિકાસ થાય છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાથી બાળકોમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ ખીલે છે. આ તાલીમ શિબિરનું સંચાલન રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ અને યુવક સેવા કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અનુભવી ઇન્સ્ટ્રક્ટરો દ્વારા બાળકોને પર્વતારોહણના વિવિધ ગુણો શીખવવામાં આવ્યા હતા.
Read Original Article →