કાર્યવાહી:બાંગ્લાદેશીનો ફોન તપાસતા વધુ 1 વ્યકિતની અટક કરાઈ
બાંગ્લાદેશી ઘૂસણખોરોની દરમિયાન બુધવારે પોલીસને જૂનાગઢમાં રહેતી 2 યુવતી અને એક બાંગ્લાદેશી શખ્સ મળી આવતા તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરમાંથી પકડાયેલી 2 બાંગ્લાદેશી 21 અને 23 વર્ષની વયની યુવતી પાસેના મોબાઈલ ફોન પોલીસે તપાસતા આ બંને યુવતી સાથે અન્ય એક બાંગ્લાદેશી યુવતીનો સંપર્ક હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરી વધુ એક બાંગ્લાદેશી યુવતીની અટકાયત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પકડાયેલી 3 યુવતી સહિત 4 બાંગ્લાદેશી ઘૂસણખોરની હાલ પોલીસે કેટલા વર્ષથી ભારત આવ્યા, કેવી રીતે આવ્યા, ક્યાં ક્યાં રોકાયા, કામકાજ સહિતના મુદ્દે પૂછપરછ હાથ ધરી છે. આ મામલે વધુ વિગતો શુક્રવારે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
Read Original Article →