કાર્યવાહી:જામનગરમાં PIT NDPS એકટ હેઠળ વધુ બે શખસોની અટકાયત
રાજ્યમાં નારકોટિક્સ કેફી પદાર્થોના હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા જામનગર જિલ્લાના બે શખ્સો સામે પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી અમદાવાદ અને ભુજની જેલમાં મોકલવામાં આવ્યા છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા શહેર-જિલ્લામાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ-વહન અંગે કેસો સાથે આવા એનડીપીએસ એકટ અંગેનાં વારંવાર ગુનાઓ કરતાં શખ્સો ઇસમો વિરૂધ્ધ પીઆઈ એનડીપીએસ એક્ટ મુજબ ની દરખાસ્ત તૈયાર કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ વી.બી. ચૌધરી,પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર , પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર તથા એસઓજી ટીમ દ્વારા એન.ડી.પી.એસ . એકટ હેઠળનાં ગુનામાં સંડોવાયેલા જાવિદ કાસમભાઈ જામ (રે.ગાયત્રીનગર, ધ્રોલ) તથા રિઝવાન મહમદભાઇ કોરેજા (રે. સેતાવડ,જામનગર) પીઆઇટી એનડીપીએસ એક્ટ મુજબનાં જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થયને જોખમમાં મુકવા, અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક મારફતે પોલીસ મહાનિદેશક સીઆઈડી.ક્રાઈમ-ગાંધીન ગર સમક્ષ રજુ કરાઇ હતી.જે બંને શખસો સામે દરખાસ્તો મંજુર થતા એસઓજી પોલીસે બંને શખસોની અટકાયત કરી અમદાવાદ તેમજ ભુજ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ શરૂ કરી છે. અગાઉ જોડીયાના ચાર શખસોની અટક થઇ‘તી
જામનગર પોલીસ દ્વારા લગભગ એકાદ માસ પુર્વે પણ એનડીપીએસ અંગેના ગુનાઓમાં સંડોવાયેલા જોડીયાના ચાર શખસો સામે પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ દરખાસ્ત કરાઇ હતી.જે મંજુર થતા ચારેય શખસોને જુદી જુદી જેલોમાં મોકલી દેવાયા હતા.ત્યાર બાદ એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા વધુ બે જામનગર અને ધ્રોલના શખસો સામે પણ કરાયેલી દરખાસ્તોને મંજુરીની મ્હોર મળતા પોલીસે બંનેને સકંજામાં લઇ જેલહવાલે કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →