કાર્યવાહી:જામનગરમાં ટ્રાફિક ડ્રાઈવ, 11 દંડાયા, કાળા કાચ અને સીટ બેલ્ટ ન પહેરનારાને દંડ ફટકારાયો

Gujarat4/9/2026, 12:00:00 AM
જામનગર શહેર જિલ્લામાં ટ્રાફિકના નિયમનું ઉલંઘન કરનારા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે વધુ એક વખત લાલ આંખ કરી છે. નિયમ પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જામનગર-ખંભાળિયા બાયપાસ નજીક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઇ હતી. જામનગર-ખંભાળિયા બાયપાસ નજીક ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એચ.ચોવટ સહિત સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ વાળા 11 વાહનચાલકો ઝપટે ચડ્યા હતા. સાથે જ નંબર પ્લેટ વગરના 2 અને સીટબેલ્ટ અને વાહનના કાગળો વગરના નીકળેલા સહિતના 3 કેસ મળી તમામ પાસેથી દંડાત્મક કાર્યવાહી કરી 9500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ 6 ઇ ચલણ અપાયા હતા.
Read Original Article →