બેદરકારી:પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ તૂટ્યો, પુષ્કળ પાણીનો વેડફાટ
જામનગરની ભાગોળે રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલ પાસે પાણીની મેઇન લાઇનનો એર વાલ્વ સંભવત તુટતા પુષ્કળ જળરાશીનો સરાજાહેર માર્ગ પર વેડફાટ થયો હતો.સતત ધમધમતા રણજીતસાગર રોડ પર સર્જાયેલા આ ભંગાણના કારણે હજારો લીટર પીવાનુ પાણી માર્ગો પર વહેતુ જોવા મળ્યુ હતુ.જે દરમિયાન મનપા તંત્ર દ્વારા સ્થળ પર દોડી જઇ લીકેજ અટકાવાયુ હોવાનુ સામે આવ્યુ છે. શહેરના રણજીતસાગર રોડ પર મારૂ કંસારા સમાજની વાડી સામે ગુરૂવારે મોડી સાંજે પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા મોટી માત્રામાં પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા.જેના કારણે મોટી માત્રામાં પીવાના શુદ્ર પાણીના બગાડ સાથે માર્ગ પર જળવહાવ જોવા મળ્યો હતો.બીજી બાજુ આ બનાવની જાણ થતા જ આજુબાજુના અનેક બાળકો પર ફુવારા નીચે ન્હાવા મંડ્યા હતા. ઉનાળામાં અમુક વિસ્તારોમાં પાણીની બુમરાળ વચ્ચે પીવાનુ પાણી મોટી માત્રામાં વેડફાતુ રહ્યુ હતુ,જેનુ અમુક સમય બાદ મનપા તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવતા લીકેજ અટકતા પાણીના ફૂવારા બંધ થયા હતા.આજુબાજુના માર્ગ પર પણ પાણીના ખાબોચીયા ભરાઇ ગયા હોવાનુ જોવા મળ્યુ હતુ. ઉંડની લાઇનનુ લીકેજ કામ ચાલતુ હતુ,જે પૂર્ણ થતા લાઇન ચાલુ કરાઇ હતી.જે દરમિયાન એર વાલ્વ ખુલ્લો હોવાથી લીકેજ સર્જાયુ થયુ હતુ.જેનુ સમારકામ કરી દેવાયુ હોવાનુ તંત્ર દ્વારા જણાવાયુ હતુ.
Read Original Article →