આકરી ગરમી:શહેરમાં પારો 37.2 ડિગ્રી 30 કિમીની ઝડપે પવનથી લૂવર્ષા

Gujarat5/28/2026, 12:00:00 AM
જામનગર સહિત હાલારમાં વૈશાખી વાયરા વચ્ચે બુધવારે ગરમીનો પ્રકોપ વધતા જનજીવન પ્રભાવિત થયુ હતુ. મહતમ તાપમાન લગભગ પોણો ડિગ્રી વધી 37.2 ડિગ્રીએ પહોચી જતા બપોરે અંગ દઝાડતા તાપ સાથે તિવ્ર ગરમીનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો.ભેજનુ પ્રમાણ વધતા ઉકળાટ અને બફારો પણ વધ્યો હતો. જામનગરમાં છેલ્લા સપ્તાહથી અવિરત વૈશાખી વાયરા વચ્ચે ગરમીનો પ્રકોપ આકરો બની રહયો છે.મંગળવારની સરખામણીએ બુધવારે મહતમ તાપમાન પોણો ડિગ્રી વધી જતા આકરી ગરમીનો અહેસાસ શહરીજનોએ કર્યો હતો.બીજી બાજુ ભેજનુ પ્રમાણ વધીને 70 ટકાએ પહોચી જતા અસહ્ય ઉકળાટ અને બફારા સાથે પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ દશથી ત્રીસ કિ.મિ. રહી હતી.જેના પગલે શહેર સહિત ઘોરીમાર્ગો પર બપોરે અવર જવર કરતા વાહનચાલકોએ બળબળતી લૂ વર્ષાનો અહેસાસ કર્યો હતો.
Read Original Article →