વાતાવરણ:જામનગરમાં મહત્તમ તાપમાન ઉંચકાઈને 36.5 ડિગ્રીએ પહોંચ્યો

Gujarat5/19/2026, 12:00:00 AM
જામનગરમાં છેલ્લા એક પખવાડીયાથી ગરમીમાં વધ-ઘટ નોંધાઈ રહી છે. ગરમીનો પારો 37.5 ડિગ્રીથી ઘટીને 35 ડિગ્રીએ પહોંચ્યા બાદ ફરી છેલ્લા બે દિવસથી ગરમીનો પારો દોઢ ડિગ્રી ઉંચકાયને 36.5 ડિગ્રીએ પહોંચતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડા સાથે સોમવાર સવાર સુધીમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભેજનું પ્રમાણ 74 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકના 15 થી 25 કિ.મી.સુધીની રહેવા પામી હતી. રાત્રીના પવનના કારણે ઠંડક રહી હતી.
Read Original Article →