વાતાવરણ:શહેરમાં 48 કલાકમાં મહત્તમ પારો 4 ડિગ્રી ઉંચકાયો, 36 ડિગ્રી
જામનગર સહિત હાલારમાં ગત સપ્તાહે વાતાવરણમાં પલટા બાદ બેવડી ઋતુનો માહોલ સર્જાયો હતો.જોકે, છેલ્લા બે દિવસથી સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવતા મહતમ પારો ચાર ડિગ્રી ઉંચકાયો હતો અને તાપમાન 36 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેના પગલે બપોરના સુમારે લોકોએ આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારાનો પણ અહેસાસ કર્યો હતો. હાલારમાં ગત સપ્તાહે હવામાનમાં પલટો આવ્યો હતો જેમાં અમુક સ્થળોએ હળવા ભારે કમૌસમી વરસાદ છેલ્લા એકાદ સપ્તાહથી મહતમ તાપમાન આંશિક ફેરફાર સાથે મહદઅંશે સ્થિર થયુ હતુ.જેમાં શુક્રવારથી ઉનાળાએ આગવો મિજાજ દર્શાવતા તાપમાાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો.જે બાદ શનિવારે પણ ગરમીનુ જોર વધતા પારો વધુ બે ડિગ્રી ઉંચકાયો હતો.આમ, 48 કલાકમાં જ મહતમ તાપમાન 4 ડિગ્રી વધી જતા શહેરીજનોએ ઉનાળાના આગવા મિજાજનો અહેસાસ કર્યો હતો.ખાસ બપોરના સુમારે આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. શહેરમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી પર સ્થિર રહયુહ તુ. બીજી બાજુ દશથી વીશ કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાવાથી સાંજે શહેરીજનોએ આંશિક રાહત અનુભવી હતી.જામનગર સહિત હાલારમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર સમાપ્ત થતા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા હવામાન શાસ્ત્રોઓએ દર્શાવી છે.
Read Original Article →