ફરિયાદ:મહીસાગરના 150 તબીબી વિદ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડા
જામનગર શહેરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની મહિસાગર જિલ્લાના કોયડમ ખાતે ધન્વંતરી આયુર્વેદ કોલેજ આવેલી છે. જેમાં 150 જેટલા આયુર્વેદના તબીબી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે કોલેજના 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓએ વી.સી.ને લેખિતમાં રજુઆત સાથે માંગણી પણ કરી છે. જેમાં કોલેજમાં લાંબા સમયથી પુરતો સ્ટાફ ઉપલબ્ધ નથી, તેમજ કોલેજમાં પુર્ણ સમયના પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી સભ્યોની અછત છે. પરિણામે નિયમિત વર્ગો લેવાતા નથી. તેમજ પ્રેક્ટિકલ શિક્ષણ પણ અપાતું નથી. જેથી અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે. આ ઉપરાંત કોલેજ મેનેજમેન્ટ લીધેલ લોનની ચુકવણી કરવામાં આવી ન હોવાથી બેંકના અધિકારીઓ દ્વારા કોલેજને સીલ કરી દેવામાં આવી છે. છેલ્લા 6 માસથી કોલેજ બંધ છે. જેથી છેલ્લા 6 માસથી અમે નવા સિલેબસ (NC15m મુજબ)થી અભ્યાસ કરી રહ્યા છીએ, અમને કોઈ માર્ગદર્શન મળ્યું નથી. જેનાથી અમારા અભ્યાસમાં ગંભીર મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. તેમજ શિક્ષણ ફી પણ ભરવામાં આવી છે. તેમ છતાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા ભાવી આયુર્વેદિક તબીબો સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે.
Read Original Article →