જન્મદિવસની ઉજવણી:વનતારામાં રાધે..રાધે..ગોવિંદ.. રાધે..ની ભક્તિમય ધુનમાં અંબાણી પરિવાર લીન

Gujarat4/12/2026, 12:00:00 AM
જન્મદિવસની ઉજવણી:વનતારામાં રાધે..રાધે..ગોવિંદ.. રાધે..ની ભક્તિમય ધુનમાં અંબાણી પરિવાર લીન
જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં બોલીવુડ સિતારાઓ પણ ઉમટી પડ્યા હતાં. ભોજન, ડાયર તેમજ દાન-પુણ્ય કરવામાં આવી રહ્યા છે. ત્યારે રિલાયન્સમાં ફિલ્મી સિતારાઓ સાથે રાધે..રાધે..ગોવિંદ.. રાધે..ગોવિંદની ધુનમાં અંબાણી પરિવાર લીન થયો હતો. ધુનમાં મુકેશ અંબાણી તેમજ નિતાબેન અંબાણી તેમજ અનંત અંબાણીએ ધુન બોલી હતી. જેમાં બોલીવુડ સિતારાઓ રણવીરસિંહ સહિતના કલાકારો પણ નીચે બેસીને ધુન બોલી હતી. આ વિડીયો હાલ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. જે લોકો નિહાળીને આગળ ફોરવર્ડ કરી રહ્યા છે. જેમાં અંબાણી પરિવારની સાદગી પણ જોવા મળી રહી છે. અનંત અંબાણીના જન્મ દિવસ નિમિતે મંદીરોમાં તેમજ પશુ-પંખીઓને દાન કરાયું હતું. તો રિલાયન્સ કંપનીની આસપાસ આવેલા ગામોમાં ભોજન તેમજ ડાયરાઓ સહિતનું આયોજન કરાયું હતું.
Read Original Article →