સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન:પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

Gujarat6/10/2026, 5:44:24 AM
સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન:પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
જામનગરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ચા.મ.મોઢ બ્રહ્મ જ્ઞાતિ, કંચનવાડી દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સત્યનારાયણની પૂજા મયંકભાઈ શશિકાંતભાઈ દવે પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ કથામાં જ્ઞાતિ મંડળના પરિવારજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સંસ્થાના હોદ્દેદારો કિશોરભાઈ ભટ્ટ, બી.કે. પંડ્યા, કિરીટભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ ડી. ત્રિવેદી, હેમલભાઈ પંડ્યા, કેયુરભાઈ ત્રિવેદી, જગદીશભાઈ જાની, ભાસ્કરભાઈ દવે, ભાનુશંકર દવે, અલ્પેશ દવે તેમજ મહિલા મંડળના મીનાબેન દવે, શિલ્પાબેન પંડ્યા, વેદાંગીબેન ત્રિવેદી, કપિલાબેન ભટ્ટ, કમળાબેન દવે, મીરાબેન દવે, દીપિકાબેન પંડ્યા, હેમાબેન પંડ્યા અને કાજલબેન દવેએ આ આયોજનમાં જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો ઉપરાંત શાંતિનગરના ધૂન મંડળના બહેનો તથા ભાઈઓ પણ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. કથા પૂર્ણ થયા બાદ સર્વ ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ માહિતી એન.ડી. ત્રિવેદીની યાદીમાં જણાવવામાં આવી છે.
Read Original Article →