ઝુંબેશ:જામનગરના બ્રર્ધનચોકમાં રેંકડી-પથારા કબજે કરાયા

Gujarat5/28/2026, 12:00:00 AM
ઝુંબેશ:જામનગરના બ્રર્ધનચોકમાં રેંકડી-પથારા કબજે કરાયા
જામનગરની એસ્ટેટ શાખા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે બર્ધનચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને કેટલોક માલસામાન કબજે કર્યો હતો. જામનગરમાં મંગળવારે પોલીસ અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધનચોક વિસ્તારમાં જાહેર માર્ગ ટ્રાફિક અવરોધાય તે રીતે ધંધો કરતા રેંકડીધારકો, ફેરિયાને જાહર માર્ગેથી દૂર કરવા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ રેંકડીઓ, ટેબલ, બાંકડા, અમુક જથ્થો કટલેરી વગેરે સરસામાન જપ્ત કરી વાહનમાં ભરીને મહાનગરપાલિકા કચેરીમાં લઈ જવાયો હતો. આ કાર્યવાહીમાં પો.સ.ઈ. એમ.એન. રાઠોડ અને પોલીસ સ્ટાફ તથા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાનો સ્ટાફ જોડાયો હતો. આમ સમગ્ર માર્ગને દબાણમુક્ત કરી ખુલ્લો કરાવાયો હતો.
Read Original Article →