રામજી મંદિર જીર્ણોદ્ધાર હેતુ ભાગવત કથા સંપન્ન:રામ મંદિર ટ્રસ્ટ અને સોમનાથ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું

Gujarat5/23/2026, 5:38:49 PM
રામજી મંદિર જીર્ણોદ્ધાર હેતુ ભાગવત કથા સંપન્ન:રામ મંદિર ટ્રસ્ટ અને સોમનાથ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું
રામજી મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. આ કથાનું આયોજન રામ મંદિર ટ્રસ્ટ અને સોમનાથ મહાદેવ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કથાનો પ્રારંભ રવિવાર, 17 મે ના રોજ થયો હતો અને શનિવાર, ૨૩ મે ૨૦૨૬ (જેઠ સુદ આઠમ) સુધી ચાલી હતી. દરરોજ સાંજે 4 થી 7 દરમિયાન રામ મંદિર, જયંત સોસાયટી, જી.જી. હોસ્પિટલ પાછળ, આ કથાનું શ્રવણ કરાવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર શાસ્ત્રી પ્રહલાદભાઈ ભોગાયતાએ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવ્યું હતું. આ કથા દરમિયાન 35 પોથીઓનું વિશેષ પૂજન-અર્ચન યજમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ અનેક ધાર્મિક ઉત્સવો પણ ઉજવવામાં આવ્યા હતા. કથાની પૂર્ણાહુતિના દિવસે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
Read Original Article →