જમીન પર ઢળી પડેલી આનંદીના છેલ્લા શોકિંગ CCTV:14 વર્ષની બાળકી મામાના ઘરે રમતાં-રમતાં ઢળી પડી, પરિવારે બચાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પણ બંધ થયેલી આંખો ફરી ના ખુલી

Gujarat6/9/2026, 6:23:17 AM
જમીન પર ઢળી પડેલી આનંદીના છેલ્લા શોકિંગ CCTV:14 વર્ષની બાળકી મામાના ઘરે રમતાં-રમતાં ઢળી પડી, પરિવારે બચાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પણ બંધ થયેલી આંખો ફરી ના ખુલી
ગઈકાલે રાજકોટમાં 14 વર્ષની માસૂમની હાર્ટ એટેકની ઘટનાએ સૌથી કોઈને શોક કરી દીધા હતા. જામનગરની આનંદી મોદી પોતાના મામાના ઘરે રાજકોટ ગઈ હતી. જેમાં ભાઈઓ-બહેનો સાથે રમતાં રમતાં અચાનક જમીન પર ઢળી પડી. પરિવારજનોએ અનેક પ્રયાસો કર્યા પણ આનંદીને ભાનમાં ના લાવી શક્યા. જેમ-તેમ કરી હોસ્પિટલ તો લઈ ગયા પરંતુ ડોક્ટર્સ પાસેથી જવાબ મળ્યો..સોરી.... આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.જેમા દિકરીને બચાવવાના પ્રયાસ કરતા પરિવારજનો જોવા મળ્યા છે... શું છે 2 મિનિટના CCTVમાં? રાજકોટના આનંદ રિસોર્ટમાં જમ્યા બાદ પરિવાર બહાર ગાર્ડન એરિયામાં બેઠો હતો. જ્યારે બાળકો એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આનંદી પણ અન્ય બાળકો સાથે મસ્તી કરી રહી હતી. થોડીવાર બાદ બાળકો દોડ લગાવી. આનંદી એક રાઉન્ડ તો દોડી પરંતુ બીજો રાઉન્ડ પુરો થાય તે પહેલાં જ જમીન પર ઢળી પડી. ત્યારે એક દિકરીએ તેનો હાથ પકડી તેને ઉભી કરવાનો પ્રયાસ કર્યો. આનંદી ઉભી ના થતા અન્ય પરિવારના સભ્યો પણ દોડી આવ્યા. ડોક્ટર્સ પાસેથી જવાબ મળ્યો, સોરી.... અનેકવાર ઉઠાવવાનો પ્રયાસ કર્યા બાદ તેના મોઢા પર પાણી છાંટી દુપટ્ટાથી પવન પણ નાખ્યો તેમ છતાં આનંદી ભાનમાં નહોતી આવતી. દિકરીએ એકપણ વાર આંખો ના ખોલતા પરિવાર ગભરાઈ ગયો અને તેને ઉઠાવીને તાત્કાલિક હોસ્પિટલ ગઈ ગયા. હોસ્પિટલમાં પણ ડોક્ટર્સે અનેક પ્રયાસો કર્યા પણ આનંદીને બચાવી ના શક્યાં. આ ઘટના બાદ પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આનંદીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રમતા રમતા જ આનંદીને સિવિયર એટેક આવ્યો: મામા મૃતક આનંદીના મામા ગોપાલ કટારિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આનંદીને કોઈપણ બીમારી નહોતી. હંમેશા હસતી-ખેલતી રહેતી હતી. દિકરી અને પરિવારના અન્ય સભ્યો પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી રાજકોટ આવ્યા હતા. જ્યાં અમે એક ફંક્શન ગોઠવ્યું હતું. રાજકોટ સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં બધા વૃદ્ધોને જમાડવા, ત્યારબાદ અમે બધા પરિવારના સભ્યો આનંદ રિસોર્ટમાં ગયા હતા. જમ્યા બાદ વડીલો વાતો કરતા હતા અને બાળકો હસી-કૂદીને રમતા હતા. રમતા રમતા જ આનંદીને સિવિયર એટેક આવ્યો અને ત્યાં જ ઢળી પડી. ત્યારબાદ અમે તાત્કાલિક તેને સિનર્જી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટર્સ એ તેને મૃત જાહેર કરી.
Read Original Article →