ઈન્સ્ટાગ્રામ પર શેરબજારમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી:રાજસ્થાની ગેંગના સાગરિતને સાયબર ક્રાઈમે દબોચ્યો, જામનગરના શખસને ₹25.86 લાખની ઠગાઈ કરી

Gujarat6/7/2026, 7:56:53 AM
ઈન્સ્ટાગ્રામ પર શેરબજારમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી:રાજસ્થાની ગેંગના સાગરિતને સાયબર ક્રાઈમે દબોચ્યો, જામનગરના શખસને ₹25.86 લાખની ઠગાઈ કરી
સોશિયલ મીડિયાના માધ્યમથી શેરમાર્કેટમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરાઈ છે. જામનગરના એક નાગરિક સાથે ₹25.86 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આંતરરાજ્ય ગેંગના એક સાગરીતને રાજસ્થાનથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ​ઊંચા નફાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા ​મળતી માહિતી મુજબ, જામનગરના એક નાગરિકનો ઇન્સ્ટાગ્રામ મારફતે સાયબર ઠગોની ગેંગ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ટૂંકા સમયમાં મોટો નફો કમાઈ આપવાની લાલચ આપીને ભોગ બનનાર પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹25.86 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં જ ભોગ બનનારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ​ પોલીસે ટેક્નિકલ એનાલિસિસથી આરોપીને દબોચ્યો જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પી.એસ.આઈ. એચ. કે. ઝાલા, એ.એસ.આઈ. ભગીરથસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ જાડેજા તથા ચિરાગ બસિયાએ ગુનાની ટેક્નિકલ વિગતોનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું હતું. ​બાતમીદારો અને ટેક્નિકલ લોકેશનના આધારે આ ગુનામાં સંડોવાયેલા આરોપી રવી રોશનલાલ વર્ટીચંદજી જાટ (ઉંમર 27 વર્ષ)ને રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના સંસેર ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. ઘાસુરાની દેખરેખ હેઠળ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરાઈ છે. ​જામનગર પોલીસની નાગરિકોને મહત્વની અપીલ ​લાલચથી બચો: સોશિયલ મીડિયા પર શેરમાર્કેટ, ક્રિપ્ટો કે ઓનલાઈન ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપતી જાહેરાતોથી સાવધ રહો. ​અજાણી લિંક્સ ટાળો: કોઈ અજાણી વ્યક્તિએ મોકલેલી લિંક કે APK ફાઈલ ક્યારેય ડાઉનલોડ ન કરવી. ​સુરક્ષા વધારો: બેંકિંગ, UPI અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા 'ટુ-સ્ટેપ વેરિફિકેશન' ચાલુ રાખો. ​માહિતી ગુપ્ત રાખો: તમારા બેંક એકાઉન્ટ, ડેબિટ-ક્રેડિટ કાર્ડની વિગતો કે OTP ક્યારેય કોઈની સાથે શેર ન કરો. ​જો તમે કોઈપણ પ્રકારની ઓનલાઈન આર્થિક છેતરપિંડીનો ભોગ બનો, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અથવા સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરો.
Read Original Article →