કામગીરી:લાલપુરના રિટાયર્ડ પોલીસકર્મીના 4.90 લાખની રોકડ રકમનું બેગ પોલીસે ગણતરીમાં શોધી આપ્યું
જામનગર જિલ્લાના લાલપુરના વતની અને રીટાયર્ડ પોલીસકર્મી પોતાનું રૂ.4.90 લાખની રોકડ રકમનું બેગ કારમાં ભુલી ગયા હતા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને જાણ કરતાં તેઓએ તાત્કાલિક કારના ચાલકની ઓળખ કરીને રોકડ રકમ સાથેનો બેગ પરત મેળવીને રીટાર્યડ પોલીસકર્મીને પરત સોંપ્યો છે. લાલપુરમાં રહેતા મનસુખભાઈ જેરાજભાઈ નેસડીયા (ઉ.વ.68) નામના રીટાયર્ડ પોલીસકર્મી 1 એપ્રિલના રોજ રાજકોટ માધાપર ચોકડીથી સ્વીફ્ટ કારમાં બેસીને જામનગર શહેરના અંબર ચોકડી ખાતે ઉતર્યા હતા. તેઓ રૂ.4.90 લાખની રોકડ રકમ સાથેનું બેગ કારમાં ભુલી ગયા હતા. તેઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જે અંગેની પીએસઆઈ બી.બી.સિંગલના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતા હતા. જેમાં અરજદાર અંબર ચોકડી ખાતે જે સ્વિફ્ટ કારમાંથી ઉતરેલ હોય, તેના ગાડીની ઓળખ કરીને માલિકનો સંપર્ક કર્યો હતો અને તે રાજકોટ ખાતે રહેતો હોય, જેથી પોલીસે નિવૃત પોલીસકર્મીને રાજકોટ ખાતે મોકલીને રોકડ રૂ.4.90 લાખ ગણતરીની કલાકોમાં પરત અપાવ્યા હતા. ભાગીદારને પૈસા આપવાના હતા
લાલપુરના વતની અને રીટાયર્ડ પોલીસકર્મીની ખેતીની જમીનમાં ભાગીદારને રાખવામાં આવ્યા હતા. તેમાં જે પાક તૈયાર થયો હતો. તેનું વેચાણ કરવામાં આવ્યું હતું. ભાગીદારના નિકળતા રૂપિયા આપવાના હોવાથી તે લઈને લાલપુર જતાં હોવાનું જણાવ્યું હતું.
Read Original Article →