વાતાવરણ:ગરમીમાં આંશિક રાહત, પારો 35.5 ડિગ્રી નોંધાયંુ

Gujarat5/16/2026, 12:00:00 AM
જામનગરમાં ગરમીનો પારો ધીમે ધીમે નીચે સરકી રહ્યો છે અને છેલ્લા બે દિવસમાં ગરમીનો પારો બે ડિગ્રી જેટલો ગગળી જતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. તો બપોરના સમયે પણ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જામનગરમાં ગત બુધવારના ગરમીનો પારો 37.2 ડિગ્રી તેમજ ગુરૂવારના ઘટીને 36 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે બાદ શુક્રવારે સવારે પુરા થતાં ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન 35.5 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે. સામાન્ય દિવસોની સરખામણીએ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેથી કાળઝાળ ગરમીથી નાગરિકોને આંશિક રાહત મળી છે. જો કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા જેટલું ઊંચું રહેવાના કારણે અકળામણ અને બફારાનો અહેસાસ યથાવત રહ્યો છે. ત્યારે પવનની ગતિ પ્રતિકલાકના 20 થી 25 કિમીની ઝડપે ફુંકાયો હતો.
Read Original Article →