રાહત:પક્ષી ઘરમાં 400 પક્ષીઓને ગરમીથી બચાવવા આધુનિક ફૂવારા ગોઠવાયા, તાપમાં ભારે રાહત
જામનગર મહાનગરપાલિકા સંચાલિત પક્ષી ઘરમાં મહાપાલિકાએ આધુનિક પાણીના ફૂવારા કાર્યરત કર્યા છે. ગરમીથી પક્ષીઓને રાહત મળે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. જેનાથી પક્ષીઓને કાળઝાળ ગરમીમાં ઠંડક મળે. જામનગરમાં તળાવની પાળે પક્ષીઓની વસાહત માટે મહાનગરપાલિકા સંચાલિત પક્ષીધર કાર્યરત કરેલ છે. આ ચીડિયા ધરમાં 400 પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. આ પક્ષીઓ માટે ચોવીસની આસપાસ પાંજરા મુકેલ છે. જ્યાં તેઓને પીવાનું પાણી,ચણ ની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. હાલ ઉનાળાની સીઝનમાં શહેરમાં ખૂબ ગરમી પડી રહી છે. શહેરીજનો પણ તાપ અને ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે પક્ષીઓ પણ આ ગરમી અને તાપથી પરેશાન થાય તે સ્વભાવિક બાબત છે ત્યારે પાંજરામાં રહેલા પક્ષીઓને ગરમી અને તાપમાં રાહત મળી રહે તે માટે ફુવારાઓ કાર્યરત કરેલ છે. મહાનગરપાલિકા દ્રારા આધુનિક ફુવારાઓ એક પાંજરામાં બે બે દ્રારા પાણી ફુવારાઓ કાર્યરત કરેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ગરમી અને તાપને ધ્યાને રાખીને બપોરે 11 થી 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2.30 થી સાંજે 4.30 સુધી ફુવારા ચાલુ રાખવામાં આવે છે. આમ પક્ષીઓને માટે મહાનગરપાલિકા દ્રારા અનેરૂ પગલું લીધું છે. જેના લીધે પક્ષીઓને કાળઝાળ ગરમી અને તાપમાં ખૂબ રાહત મળી રહી છે.
Read Original Article →