વાતાવરણ:મેઘાવી માહોલ સાથે મહત્તમ પારો 30 ડિગ્રી

Gujarat4/5/2026, 12:00:00 AM
વાતાવરણ:મેઘાવી માહોલ સાથે મહત્તમ પારો 30 ડિગ્રી
જામનગરમાં કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો મહત્તમ તાપમાનમાં પણ ઘટાડા સાથે 30 ડિગ્રી નોંધાઈ હતી. શનિવારે બપોર બાદ થોડીવાર માટે આકાશમાં વાદળો ઘેરાયા હતાં. પરંતુ થોડીવારમાં ફરી ઉઘાડ નિકળી ગયો હતો. છેલ્લા બે દિવસથી જામનગરમાં મેઘાવી માહોલ સર્જાયો હતો અને છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે શનિવારે પણ થોડીવાર માટે આકાશમાં વાદળો છવાયા હતા, પરંતુ થોડીવારમાં ફરી આકાશ ચોખ્ખું થઈ ગયું હતું. ત્યારે શનિવારે સવારે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડા સાથે 30 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા ઘટીને 68 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 15 થી 20 કિ.મી.ની રહેવા પામી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘાવી માહોલ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Read Original Article →