ધરપકડ:કારખાનામાં નોકરીની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ

Gujarat4/12/2026, 12:00:00 AM
જામનગર પંથકની વતની હાલ રાજકોટ રહેતી પરિણિતાને કારખાનમાં નોકરીએ રાખવા લાલચ આપી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ મોટી માટલી પંથકના મુળ વતની રાજકોટ રહેતા શખસ સામે નોંધાવાઇ હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. જાણવા મળતી વિગત અનુસાર જામનગર પંથકની મુળ વતની હાલ રાજકોટ રહેતી એક પરિણિતાએ બ્યુટીપાર્લર માટે ફોન લગાડતા ભુલથી રોંગ નંબર ડાયલ થવાથી આરોપી પંકજ ઉર્ફે લાલો ધીરજભાઇ સભાયા(રે. મુળ મોટી માટલી, હાલ રાજકોટ) સાથે સંપર્ક થયો હતો જે બાદ આરોપીએ કારખાનામાં નોકરીમાં રાખવાની લાલચ આપી રાજકોટમાં એકાદ માસ પુર્વે હોટલમાં બોલાવી કૂકર્મ આચર્યુ હતુ જે બાદ અવાર નવાર ફોન મારફતે સંપર્ક રાખી બાદમાં પરિણિતા જામનગર પંથકમાં સાસરે આવતા આરોપીને જાણ થતા સાત રસ્તા પાસે પરિણિતાને બોલાવી એસ.ટી. બસ સ્ટેશન નજીક એક હોટલમાં કારખાનામાં ફોર્મ ભરવાનુ કહી બોલાવી પરિણિતા પર બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ.આ સમગ્ર બનાવ મામલે ભોગગ્રસ્તની ફરીયાદના આધારે સીટી એ ડીવીઝન પોલીસે આરોપી પંજક ઉર્ફે લાલો ધીરજભાઇ સભાયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી જે આરોપીને જેલહવાલે કરાયો છે.
Read Original Article →