સાવચેતી:મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગર કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ, ચેકીંગ કરાયું
જામનગર જિલ્લાના એરફોર્સ રેન્જ, સરમત, રસૂલનગર, સિક્કા જેટી અને સોલ્ટ ગેટ સહિતના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્વારા તા. 12/05/2026ના રોજ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી યોજાઈ હતી. મરીન ટાસ્ક ફોર્સ જામનગર સેક્ટરના પો.ઈ. ધરમવીર આર. યાદવ, પોસઈ જી.એમ. બોપલિયા, પો.સ.ઈ. ડી.એચ. જાડેજા, મરીન કમાન્ડોની ટીમોએ ફૂટ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ ઈસમો, બોટ, ફિશ લેન્ડિંગ પોઇન્ટ, ફિશિંગ સેન્ટર, વાઈટલ એરિયા અને અવાવ સ્થળોની સઘન ચેકિંગ હાથ ધરી હતી.
Read Original Article →