જામનગરમાં મહાપ્રભુજીની 84 બેઠકજીના દર્શન યોજાયા:માધવરાયજી હવેલીમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તો ઉમટ્યા
જામનગરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે મહાપ્રભુજીની 84 બેઠકજીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા ગેટ પાસે આવેલા પ્રખ્યાત માધવરાયજી હવેલી ખાતે આ દર્શન યોજાયા હતા અને છેલ્લા 40-50 વર્ષોથી આ હવેલીમાં દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ દર્શન તા. 27 મે, 2026ના રોજ અધિક જેઠ સુદ અગિયારસના દિવસે સાંજે 7:30 વાગ્યે શરૂ થયા હતા. બીજા દિવસે, તા. 28 મે, 2026ના ગુરુવારે સવારે 6 થી 11 વાગ્યા સુધી વૈષ્ણવોએ 84 બેઠકની પરિક્રમા કરીને દર્શનનો લાભ લીધો હતો. આ પાવન અવસરે બેઠકજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમટી પડ્યા હતા.
Read Original Article →