આવાસ યોજનાના રહીશોની કમિશનરને કાયદાકીય રજૂઆત:મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા વહીવટ કરી શકાશે નહીં
જામનગર મ્યુ. કોર્પો.માં ચુંટાયેલા 60 પૈકીના 32 મહિલા કોર્પોરેટરો છે. ત્યારે મહિલા કોર્પોરેટરો વતી પતિ કે કોઈ પરિવારજન વહિવટ કરે તો મહિલા સભ્ય હોદ્દા ઉપરથી દુર થઈ શકે છે. તે કાયદાની વિગતો જાહેર જનતા સમક્ષ મુકવા પીએમ આવાસ યોજનાના રહિશોએ કમિશનરને લેખિત રજુઆત કરી છે. ગુલાબનગર વિસ્તારમાં આવેલી જામનગર એરિયા ડેવલપમેન્ટ કો-ઓનર્સ એસોસિએશન તરીકે ઓથોરીટીએ બનાવેલી ઓમ રેસિડેન્સી ઓળખાતી પ્રધાનમંત્રી આવાસ યોજનાના એસોસિએશનના પ્રમુખ ધીરજ પંડયા, મંત્રી કમલેશ મકવાણા, સહ ખજાનચી વસીમ મીનાણીએ મ્યુ. કમિશનર દિપેશ કેડિઆને લેખિત રજુઆત કરી છે કે, ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરના પરિપત્ર (ક્રમાંક વિ.નિ. / મહિલા-પ્રતિનિ ધિ / દખલગીરી / 2024) હતો કે, ચુંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિઓ કે અનય સગાઓ ફિલ્ડમાં જઈને કોર્પોરેટર તરીકેના વહીવટી કે સરકારી કામો કરી શકશે નહીં. આ અંગે તમામ કોર્પોરેશનોના કમિશનરોને પણ સુચના આપવામાં આવી હતી. તેમ છતાં મહિલા કોર્પોરેટરોની બદલે તેના પતિ કે પરિવારના પુરુષ સભ્યો વહિવટ કરતા જણાય, તો ગુજરાત મ્યુ. એક્ટ-1963ની કલમ 37 મુજબ તેવા મહિલા કોર્પોરેટરને હોદ્દા ઉપરથી દુર કરવા અથવા તેના સામે શિસ્ત ભંગની કાર્યવાહી થવી જોઈએ. જો મહિલા કોર્પોરેટરોના બદલે પતિદેવો જ બધો વહિવટ કરવા માંડે તો પછી મહિલા અનામતનો કોઈ મતલબ રહેતો નથી. અત્રે ઉલ્લેખનીય છેકે, ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિદેવો જ સઘળો વહીવટ કરતા હોય છે, તેઓ વિસ્તારમાં તેમજ જામનગર મહાનગરપાલીકામાં અધિકારીઓ ઉપર રોફ જાળે છે અને તમામ પ્રકારની કોર્પોરેટરને મળે તેવી સુખ સુવિધા ભોગવે છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર મહાનગરપાલીકામાં ચૂંટાયેલા તમામ નગરસેવકો પૈકી 32 મહિલા કોર્પોરેટરો છે ત્યારે મહિલા કોર્પોરેટરો વતી પતિ કે કોઇ પરીજન વહીવટ કરે તો મહિલા સભ્ય હોદા ઉપરથી દુર થઇ શકે છે તે કાયદાની વિગતો જાહેર જનતા સમક્ષ મુકવા પીએમ આવાસ યોજનાના સ્થાનિક રહેવાસીઓ દ્વારા મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉપરોકત અરજીની વિગતો લોકો સુધી પહોચાડવા માટે પણ રજૂઆતના અંતમા જણાવાયું છે.
Read Original Article →