લાલપુરના બાબરીયામાં SOGએ ગેરકાયદે થતું ખનન ઝડપ્યું:મંજૂર લીઝ બહાર ખનીજ ચોરી કરનારને ઝડપી પાડ્યો, 3 મશીન જપ્ત, ₹8 લાખ દંડ વસૂલાશે
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામમાં ગેરકાયદેસર પથ્થર ખનન કરતા એક શખસ સામે જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન પથ્થર કાઢવાના 3 મશીન જપ્ત કરવામાં આવ્યા છે અને ગેરકાયદેસર ખોદકામ બદલ અંદાજિત ₹8,00,000 (8 લાખ) નો દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બાતમીના આધારે દરોડો
SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને એ.વી. ખેરની આગેવાનીમાં સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સ્ટાફના બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને તોસીફ તાયાણીને ચોક્કસ બાતમી મળી હતી કે, બાબરીયા ગામમાં નુરમામદ મુંગર અલારખા સમા નામના શખસ દ્વારા પોતાની મંજૂર થયેલી પથ્થરની લીઝ વિસ્તારની બહાર ગેરકાયદેસર ખોદકામ કરીને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ₹75,000ના મશીનો જપ્ત
બાતમીના આધારે જામનગર ખાણ ખનીજ વિભાગ અને લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને SOGની ટીમે સ્થળ પર સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી મંજૂર લીઝ વિસ્તાર સિવાયની સરકારી કે અન્ય જમીનમાંથી ગેરકાયદેસર રીતે પથ્થરો કાઢતો રંગેહાથ ઝડપાયો હતો. 8 લાખ દંડ વસૂલાશે
પોલીસે ઘટનાસ્થળેથી કુલ ₹75,000ની કિંમતના પથ્થર કાઢવાના 3 મશીન (ચકરડી) જપ્ત કર્યા છે. હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા મંજૂર વિસ્તારની બહાર કેટલા પ્રમાણમાં ગેરકાયદેસર ખોદકામ થયું છે તેની ચોક્કસ માપણી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ આરોપી પાસેથી આશરે ₹8,00,000નો દંડ વસૂલ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચલાવવાની સૂચના આપી હતી. જેના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ ખનીજ ચોરી અટકાવવા માટે સક્રિય બની હતી.
Read Original Article →