કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં લાગી આગ:ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો, આગ લાગવાનું કારણ અકબંધ; જાનહાની નહી
કાલાવડ શહેરમાં ગત મોડી રાત્રે એક લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગમાં ગોડાઉનમાં પાર્ક કરેલા એક બાઈકની ટાંકી ફાટતા આગ વધુ વિકરાળ બની હતી. ફાયર વિભાગે બે ટેન્કર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગત મોડી રાત્રે ગોડાઉનમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ, આગ લાગ્યા બાદ ગોડાઉનની અંદર પાર્ક કરેલું એક ટુ-વ્હીલર આગની ઝપેટમાં આવી ગયું હતું. બાઈકની પેટ્રોલની ટાંકી ધડાકાભેર ફાટતા આગ વધુ વિકરાળ બની અને ગણતરીની મિનિટોમાં જ આખા ગોડાઉનને પોતાની લપેટમાં લઈ લીધું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ બે ટેન્કરના પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રહેલું તમામ લાકડું અને બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Read Original Article →