જામનગર:હોસ્પિટલ પાસે યુવાન પર જીવલેણ હુમલો;CCTV:મિત્રની સારવાર માટે આવેલા યુવાનોને લોખંડના પાઇપ અને ધોકાથી માર્યા;4 શખ્સો સામે ગુનો નોંધાયો
જામનગરના હાર્દ સમાન જી.જી. હોસ્પિટલ વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. મિત્રની સારવાર માટે આવેલા યુવાનો પર હોટલ પાસે ત્રાટકેલા શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે નિર્મમ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ હરકતમાં આવેલી સિટી B-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કર્યો છે. વાયરલ વીડિયો બાદ પોલીસની ત્વરિત કાર્યવાહી
જામનગર શહેરની જી.જી. હોસ્પિટલ સામે શિવમ હોટલ નજીક મોડી રાત્રે મારામારીની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. સિટી B-ડિવિઝન પોલીસે આ મામલે 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મિત્રની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા યુવાનો
ફરિયાદ મુજબ, કર્મચારીનગર વિસ્તારમાં રહેતા જયરાજસિંહ નવલસિંહ કંચવાને જાણ થઈ હતી કે તેમના મિત્ર રુદ્ર રાઠોડને ક્રિસ્ટલ મોલ પાસે માર મારવામાં આવ્યો છે. આથી, તેઓ રુદ્રને સારવાર માટે જી.જી. હોસ્પિટલ લાવ્યા હતા. હોટલ પાસે ચા પીતી વખતે અચાનક હુમલો
સારવાર દરમિયાન જયરાજસિંહ અને તેમના મિત્ર મહાવીરસિંહ ચૌહાણ હોસ્પિટલ સામે આવેલી શિવમ હોટલ પાસે ચા પીવા ઊભા હતા. તે સમયે 2 મોટરસાયકલ પર આવેલા 4 શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. લોખંડના પાઇપથી હુમલો અને ગંભીર ઈજાઓ
આરોપી જયદીપસિંહ જાડેજાના હાથમાં લોખંડનો પાઇપ હતો. તેણે જયરાજસિંહને ધમકી આપી માથાના પાછળના ભાગે હુમલો કર્યો, જેના કારણે તેઓ જમીન પર પટકાયા હતા. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી બંને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. નામજોગ આરોપીઓ સામે ગુનો દાખલ
આ બનાવ અંગે સિટી B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયદીપસિંહ જાડેજા, હાર્દિક ઉર્ફે હદુભા ઝાલા, વિવેક ઉર્ફે વિકી કાપડી અને 1 અજાણ્યા ઈસમ સામે BNSની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read Original Article →