જામનગરમાં સોલેરિયમ ઝોનમાં આજે પાણી કાપ:મુખ્ય લાઈનમાં ભંગાણ અને ફ્લો મીટર કામગીરીને કારણે લોકો હેરાન
જામનગર શહેરમાં આજે, 4 જૂન 2026, ગુરુવારના રોજ, સોલેરિયમ ઝોન હેઠળના વિસ્તારોમાં પાણી કાપ જાહેર કરાયો છે. જી.જી. હોસ્પિટલ પાસે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવા અને સોલેરિયમ પરિસરમાં ફ્લો મીટર લગાવવાની કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે. જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાના કાર્યપાલક ઈજનેર અલ્પેશ ચારણીયાએ આ માહિતી આપી હતી. આ પાણી કાપથી પટેલ કોલોની અને ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારો સીધા પ્રભાવિત થશે. વોટર વર્ક્સ વિભાગના અંદાજ મુજબ, શહેરના આશરે 15 થી 20 હજાર જેટલા ઘરોમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે. કાર્યપાલક ઈજનેર અલ્પેશ ચારણીયાએ જણાવ્યું કે, લાઈન રિપેરિંગ અને ફ્લો મીટરની કામગીરી સતત ચાલુ છે. આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં સમારકામ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ, આવતીકાલે શુક્રવારે આ તમામ વિસ્તારોમાં નિયમિત સમયે પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાએ નાગરિકોને આ સ્થિતિમાં સહકાર આપવા અપીલ કરી છે.
Read Original Article →