જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણ કરાયું:'એક પેડ મા કે નામ' અંતર્ગત ભીમ વુડ્સ પાસે છોડ રોપાયા, લોકો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

Gujarat6/5/2026, 6:43:43 AM
જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણ કરાયું:'એક પેડ મા કે નામ' અંતર્ગત ભીમ વુડ્સ પાસે છોડ રોપાયા, લોકો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ 'એક પેડ મા કે નામ' અને 'હર ઘર એક વૃક્ષ'ના સૂત્ર સાથે યોજાયો હતો, જેમાં પ્રકૃતિપ્રેમી નાગરિકો અને વહીવટી તંત્રના અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વૃક્ષારોપણ ઝુંબેશ શહેરના ભીમ વુડ્સ પાછળ, સમર્પણ સર્કલ પાસે આવેલી મહાનગરપાલિકાની કોન્ટ્રીબ્યુશન લેન્ડ રેવન્યુ (CLR) ની ખુલ્લી જગ્યામાં હાથ ધરવામાં આવી હતી. આ સ્થળને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે સેંકડો છોડ રોપવામાં આવ્યા હતા. પર્યાવરણ જાળવણીના આ કાર્યક્રમમાં જામનગરના વરિષ્ઠ રાજકીય આગેવાનો અને વહીવટી વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, કલેક્ટર પી. બી. પંડ્યા, મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયા અને જિલ્લા વિકાસ અધિકારી સુ. નિશાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને અધિકારીઓએ પોતાના હાથે 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, માત્ર વૃક્ષ વાવવાથી જવાબદારી પૂરી થતી નથી, પરંતુ તેનું બાળકની જેમ જતન કરવું પણ એટલું જ જરૂરી છે. જામનગરને વધુ લીલુંછમ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે દરેક નાગરિક પોતાના ઘરે 'હર ઘર એક વૃક્ષ'ના સંકલ્પને સાર્થક કરે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
Read Original Article →