પારિવારિક ઝઘડામાં ગર્ભવતીને પેટમાં લાત માર્યાની ફરિયાદ:જામનગર ના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયામાં ઝઘડો, કુટુંબી જેઠ-જેઠાણીએ પરિણીતા અને પતિ સહિત 3ને માર માર્યો

Gujarat6/6/2026, 1:14:10 PM
પારિવારિક ઝઘડામાં ગર્ભવતીને પેટમાં લાત માર્યાની ફરિયાદ:જામનગર ના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયામાં ઝઘડો, કુટુંબી જેઠ-જેઠાણીએ પરિણીતા અને પતિ સહિત 3ને માર માર્યો
જામનગર તાલુકાના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયા (દાડા)ના પ્રસંગે પારિવારિક ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક ગર્ભવતી પરિણીતા, તેમના પતિ અને જેઠને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આખો બનાવ શું છે? પોલીસ ફરિયાદ મુજબ, ઠેબા ગામમાં રહેતી 34 વર્ષીય ક્રિષ્નાબેન મનમીતભાઈ પીઠડીયા ગર્ભવતી છે. તેમણે જણાવ્યું કે, 4 જૂનના રોજ તેમના સસરા હરીશભાઈની ઉત્તરક્રિયાનો કાર્યક્રમ હતો. આ પ્રસંગે પરિવારના સભ્યો તેમના ઘરે એકઠા થયા હતા. સવારે તેમના દાદી વેજીબેનને તેડવા માટે કુટુંબી જેઠ જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા અને કુટુંબી સસરા મહેશભાઈ આવ્યા હતા, પરંતુ દાદીએ પછીથી આવવાનું કહેતા તેઓ પરત ફર્યા હતા. ગર્ભવતીના પતિને માર માર્યો બપોરે આશરે સાડા બાર વાગ્યે જીતુભાઈ પીઠડીયા અને તેમની પત્ની જ્યોતીબેન ફરીથી ઘરે આવ્યા હતા. તેમણે ક્રિષ્નાબેનના પતિ સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ મારામારી શરૂ કરી હતી. આ દરમિયાન ક્રિષ્નાબેનના જેઠ ઉદયભાઈ વચ્ચે પડતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો. ગર્ભવતી વચ્ચે પડતાં પેટમાં લાત મારી ક્રિષ્નાબેનના આક્ષેપ મુજબ, તેઓ ઝઘડો છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે જીતુભાઈએ તેમને પેટના ભાગે લાત મારી હતી. જ્યારે જ્યોતીબેને ધક્કો મારતાં તેઓ જમીન પર પટકાયા હતા. આ બનાવમાં તેમને શરીરે ઈજા પહોંચી હતી. જીજી હોસ્પિટલ ખસેડાયા ઈજાગ્રસ્ત ક્રિષ્નાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે ગર્ભવતી હોવાને કારણે તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ઝઘડો કરીને જાનથી મારી નાખવાની ધમકી ફરિયાદ મુજબ, આરોપીઓએ પતિ, જેઠ અને ફરિયાદી સાથે ઝઘડો કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ક્રિષ્નાબેને પોતાના કુટુંબી જેઠ જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા અને જેઠાણી જ્યોતીબેન પીઠડીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →