જામનગરમાં સોરઠિયા બારોટ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન:શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તીર્ણ 50 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

Gujarat6/8/2026, 6:09:58 AM
જામનગરમાં સોરઠિયા બારોટ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન:શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તીર્ણ 50 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
જામનગરમાં સોરઠિયા બારોટ સમાજ દ્વારા 7 જૂન, 2026 રવિવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જામનગરના સોહમનગર, સમર્પણ રોડ પર આવેલા આહિર બોર્ડિંગ ખાતે સાંજે 5:00 વાગ્યે યોજાયો હતો. આ સમારોહમાં H.K.G, L.K.G, બાળવાટિકાથી લઈને કોલેજ અને અન્ય ઉચ્ચ અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલા જ્ઞાતિના આશરે ૫૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમનું મુખ્ય સંચાલન બારોટ સમાજના હરીદાસભાઈ જી. પાલનપુરાના અધ્યક્ષસ્થાને થયું હતું. આ પ્રસંગે બારોટ જ્ઞાતિના અગ્રણીઓ, આગેવાનો, કાર્યકરો, વાલીઓ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહના અંતે બારોટ સમાજના યુવા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દોહા, છંદ અને સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
Read Original Article →